ગણના ૨૫:૬
ઇઝરાયલનો એક માણસ આવ્યો અને એક મિદ્યાની સ્ત્રીને તેના કુટુંબના સભ્યો વચ્ચે લઈ ગયો. મૂસાની નજર સમક્ષ અને ઇઝરાયલ લોકોનો આખો સમુદાય, જયારે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રડતો હતો તે સમયે આવું બન્યું.ગણના ૨૫:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 25:6
- Behold, one of the children of Israel came and brought to his brothers a Midianite woman in the sight of Moses, and in the sight of all the congregation of the children of Israel, while they were weeping at the door of the Tent of Meeting.
- हिन्दी — गिनती २५:६
- जब इस्राएलियों की सारी मण्डली मिलापवाले तम्बू के द्वार पर रो रही थी , तो एक इस्राएली पुरुष मूसा और सब लोगों की आँखों के सामने एक मिद्यानी स्त्री को अपने साथ अपने भाइयों के पास ले आया।
સંદર્ભમાં
૪યહોવાહે મૂસાને કહ્યું કે, “લોકોના બધા વડીલોને લઈને તેઓને મારી નાખ. અને દિવસે ખુલ્લી રીતે લોકોની સમક્ષ તેઓને મારી આગળ લટકાવ, જેથી ઇઝરાયલ પરથી મારો ગુસ્સો દૂર થાય.”
૫તેથી મૂસાએ ઇઝરાયલના વડીલોને કહ્યું, “તમારામાંનો દરેક પોતાના લોકોમાંથી જેણે બઆલ-પેઓરની પૂજા કરી હોય તેને મારી નાખે.”
૬ઇઝરાયલનો એક માણસ આવ્યો અને એક મિદ્યાની સ્ત્રીને તેના કુટુંબના સભ્યો વચ્ચે લઈ ગયો. મૂસાની નજર સમક્ષ અને ઇઝરાયલ લોકોનો આખો સમુદાય, જયારે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રડતો હતો તે સમયે આવું બન્યું.
૭જયારે હારુન યાજકના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે જોઈને સમુદાયમાંથી ઊભો થયો અને પોતાના હાથમાં ભાલો લીધો.
૮તે ઇઝરાયલી માણસની પાછળ તંબુમાં ગયો અને ભાલાનો ઘા કરીને તે ઇઝરાયલી માણસને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યાં. જે મરકી ઈશ્વરે ઇઝરાયલી લોકો પર મોકલી હતી તે બંધ થઈ.
