ગણના ૩૩:૫૦
મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું,ગણના ૩૩:૫૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:50
- The LORD spoke to Moses in the plains of Moab by the Jordan at Jericho, saying,
- हिन्दी — गिनती ३३:५०
- फिर मोआब के अराबा में, यरीहो के पास की यरदन नदी के तट पर, यहोवा ने मूसा से कहा,
સંદર્ભમાં
૪૮અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી.
૪૯તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી.
૫૦મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું,
૫૧“તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં જાઓ,
૫૨ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો.
