ગણના ૬:૧૩
અને જ્યારે નાઝીરી વ્રતના દિવસો પૂર્ણ થાય ત્યારે તેને માટે આ નિયમ છે. તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો.ગણના ૬:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 6:13
- “‘This is the law of the Nazirite: when the days of his separation are fulfilled, he shall be brought to the door of the Tent of Meeting,
- हिन्दी — गिनती ६:१३
- “फिर जब नाज़ीर के अलग रहने के दिन पूरे हों, उस समय के लिये उसकी यह व्यवस्था है; अर्थात् वह मिलापवाले तम्बू के द्वार पर पहुँचाया जाए,
સંદર્ભમાં
૧૧અને યાજક એમાંનું એક પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ચઢાવે અને મરેલાનાં કારણે પોતાનાં પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે જ દિવસે તે વ્યક્તિ પોતાના માથાનું શુદ્ધિકરણ કરે.
૧૨અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.
૧૩અને જ્યારે નાઝીરી વ્રતના દિવસો પૂર્ણ થાય ત્યારે તેને માટે આ નિયમ છે. તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો.
૧૪તેણે યહોવાહને પોતાનું અર્પણ ચઢાવવું, એટલે ખોડ વિનાના એક વર્ષના નર ઘેટાંનું દહનીયાર્પણ, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાંનું શાંત્યર્પણ કરવું,
૧૫તથા બેખમીર રોટલીની એક ટોપલી, તેલ લગાડેલા બેખમીરી ખાખરા અને તેઓનું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ તે લાવે.
