ગણના ૬:૧૪
તેણે યહોવાહને પોતાનું અર્પણ ચઢાવવું, એટલે ખોડ વિનાના એક વર્ષના નર ઘેટાંનું દહનીયાર્પણ, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાંનું શાંત્યર્પણ કરવું,ગણના ૬:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 6:14
- and he shall offer his offering to the LORD: one male lamb a year old without defect for a burnt offering, one ewe lamb a year old without defect for a sin offering, one ram without defect for peace offerings,
- हिन्दी — गिनती ६:१४
- और वह यहोवा के लिये होमबलि करके एक वर्ष का एक निर्दोष भेड़ का बच्चा पापबलि करके, और एक वर्ष की एक निर्दोष भेड़ की बच्ची, और मेलबलि के लिये एक निर्दोष मेढ़ा,
સંદર્ભમાં
૧૨અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.
૧૩અને જ્યારે નાઝીરી વ્રતના દિવસો પૂર્ણ થાય ત્યારે તેને માટે આ નિયમ છે. તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો.
૧૪તેણે યહોવાહને પોતાનું અર્પણ ચઢાવવું, એટલે ખોડ વિનાના એક વર્ષના નર ઘેટાંનું દહનીયાર્પણ, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાંનું શાંત્યર્પણ કરવું,
૧૫તથા બેખમીર રોટલીની એક ટોપલી, તેલ લગાડેલા બેખમીરી ખાખરા અને તેઓનું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ તે લાવે.
૧૬યાજક આ બધું યહોવાહની આગળ રજૂ કરે. અને તેનું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવે.
