ફિલિપ્પીઓને પત્ર ૪:૧૩
જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.ફિલિપ્પીઓને પત્ર ૪:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philippians 4:13
- I can do all things through Christ who strengthens me.
- हिन्दी — फिलिप्पियों ४:१३
- जो मुझे सामर्थ्य देता है उसमें मैं सब कुछ कर सकता हूँ ।
સંદર્ભમાં
૧૧હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.
૧૨ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.
૧૩જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.
૧૪તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.
૧૫ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો.
