નીતિવચનો ૨૩:૩૩
તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.નીતિવચનો ૨૩:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:33
- Your eyes will see strange things, and your mind will imagine confusing things.
- हिन्दी — नीतिवचन २३:३३
- तू विचित्र वस्तुएँ देखेगा, और उलटी-सीधी बातें बकता रहेगा।
સંદર્ભમાં
૩૧જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.
૩૨આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.
૩૩તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.
૩૪હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
૩૫તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”
