નીતિવચનો ૨૪:૩
ડહાપણ વડે ઘર બંધાય છે અને બુદ્ધિથી તે સ્થિર થાય છે.નીતિવચનો ૨૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 24:3
- Through wisdom a house is built; by understanding it is established;
- हिन्दी — नीतिवचन २४:३
- घर बुद्धि से बनता है, और समझ के द्वारा स्थिर होता है।
સંદર્ભમાં
૧દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર.
૨કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે.
૩ડહાપણ વડે ઘર બંધાય છે અને બુદ્ધિથી તે સ્થિર થાય છે.
૪ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે.
૫બહાદુર માણસ બળવાન હોય છે, પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે.
