ગીતશાસ્ત્ર ૧:૪
દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.ગીતશાસ્ત્ર ૧:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 1:4
- The wicked are not so, but are like the chaff which the wind drives away.
- हिन्दी — भजन संहिता १:४
- दुष्ट लोग ऐसे नहीं होते, वे उस भूसी के समान होते हैं, जो पवन से उड़ाई जाती है।
સંદર્ભમાં
૨યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.
૩તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.
૪દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.
૫તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
૬કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.
