ગીતશાસ્ત્ર ૧૦૫:૩૮
જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.ગીતશાસ્ત્ર ૧૦૫:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 105:38
- Egypt was glad when they departed, for the fear of them had fallen on them.
- हिन्दी — भजन संहिता १०५:३८
- उनके जाने से मिस्री आनन्दित हुए, क्योंकि उनका डर उनमें समा गया था।
સંદર્ભમાં
૩૬તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.
૩૭તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.
૩૮જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.
૩૯તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.
૪૦ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા.
