ગીતશાસ્ત્ર ૧૧૩:૩
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.ગીતશાસ્ત્ર ૧૧૩:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 113:3
- From the rising of the sun to its going down, the LORD’s name is to be praised.
- हिन्दी — भजन संहिता ११३:३
- उदयाचल से लेकर अस्ताचल तक, यहोवा का नाम स्तुति के योग्य है।
સંદર્ભમાં
૧યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
૨યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
૩સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.
૪યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
૫આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
