Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૧૪૩:૩

મારો શત્રુ મારી પાછળ પડ્યો છે; તેણે મને જમીન પર પછાડ્યો છે; તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે.

ગીતશાસ્ત્ર ૧૪૩:૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 143:3
For the enemy pursues my soul. He has struck my life down to the ground. He has made me live in dark places, as those who have been long dead.
हिन्दीभजन संहिता १४३:३
शत्रु तो मेरे प्राण का गाहक हुआ है; उसने मुझे चूर करके मिट्टी में मिलाया है, और मुझे बहुत दिन के मरे हुओं के समान अंधेरे स्थान में डाल दिया है।

સંદર્ભમાં

હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો. તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો!

તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો, કેમ કે તમારી નજરમાં કોઈ ન્યાયી નથી.

મારો શત્રુ મારી પાછળ પડ્યો છે; તેણે મને જમીન પર પછાડ્યો છે; તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે.

મારો આત્મા મૂંઝાઈ ગયો છે; મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે.

હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું; તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.