ગીતશાસ્ત્ર ૧૬:૩
જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.ગીતશાસ્ત્ર ૧૬:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 16:3
- As for the saints who are on the earth, they are the excellent ones in whom is all my delight.
- हिन्दी — भजन संहिता १६:३
- पृथ्वी पर जो पवित्र लोग हैं, वे ही आदर के योग्य हैं, और उन्हीं से मैं प्रसन्न हूँ।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
૨મેં યહોવાહને કહ્યું છે, “તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી.
૩જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
૪જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ:ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
૫યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો.
