ગીતશાસ્ત્ર ૧૭:૭
જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!ગીતશાસ્ત્ર ૧૭:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 17:7
- Show your marvelous loving kindness, you who save those who take refuge by your right hand from their enemies.
- हिन्दी — भजन संहिता १७:७
- तू जो अपने दाहिने हाथ के द्वारा अपने शरणागतों को उनके विरोधियों से बचाता है, अपनी अद्भुत करुणा दिखा।
સંદર્ભમાં
૫મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે; મારો પગ લપસી ગયો નથી.
૬મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો.
૭જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!
૮તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.
૯જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચારે બાજુથી ઘેરે છે, એવો મારો નાશ કરનારા દુષ્ટોથી મને બચાવો.
