ગીતશાસ્ત્ર ૧૭:૮
તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.ગીતશાસ્ત્ર ૧૭:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 17:8
- Keep me as the apple of your eye. Hide me under the shadow of your wings,
- हिन्दी — भजन संहिता १७:८
- अपनी आँखों की पुतली के समान सुरक्षित रख ; अपने पंखों के तले मुझे छिपा रख,
સંદર્ભમાં
૬મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો.
૭જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!
૮તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.
૯જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચારે બાજુથી ઘેરે છે, એવો મારો નાશ કરનારા દુષ્ટોથી મને બચાવો.
૧૦તેઓ કોઈની પર પણ દયા દર્શાવતા નથી; તેઓ પોતાના મુખે અભિમાનથી બોલે છે.
