ગીતશાસ્ત્ર ૨૨:૯
તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.ગીતશાસ્ત્ર ૨૨:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 22:9
- But you brought me out of the womb. You made me trust while at my mother’s breasts.
- हिन्दी — भजन संहिता २२:९
- परन्तु तू ही ने मुझे गर्भ से निकाला ; जब मैं दूध पीता बच्चा था, तब ही से तूने मुझे भरोसा रखना सिखाया।
સંદર્ભમાં
૭જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે.
૮તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ; યહોવાહ તને છોડાવશે. તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.”
૯તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.
૧૦હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!
૧૧તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી.
