ગીતશાસ્ત્ર ૩૬:૪
તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે; તે દુષ્ટતાને નકારતો નથી.ગીતશાસ્ત્ર ૩૬:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 36:4
- He plots iniquity on his bed. He sets himself in a way that is not good. He doesn’t abhor evil.
- हिन्दी — भजन संहिता ३६:४
- वह अपने बिछौने पर पड़े-पड़े अनर्थ की कल्पना करता है ; वह अपने कुमार्ग पर दृढ़ता से बना रहता है; बुराई से वह हाथ नहीं उठाता।
સંદર્ભમાં
૨કેમ કે તે પોતાના મનમાં અભિમાન કરે છે કે મારો અન્યાય પ્રગટ થશે નહિ અને મારો તિરસ્કાર થશે નહિ.
૩તેના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે; તેને જ્ઞાની થવાનું તથા ભલું કરવાનું ગમતું નથી.
૪તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે; તે દુષ્ટતાને નકારતો નથી.
૫હે યહોવાહ, તમારી કૃપા આકાશો સુધી વિસ્તરેલી છે; તમારું વિશ્વાસપણું વાદળો સુધી વ્યાપેલું છે.
૬તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે; તમારો ન્યાય અતિ ગહન છે. હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.
