ગીતશાસ્ત્ર ૪૨:૫
હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.ગીતશાસ્ત્ર ૪૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 42:5
- Why are you in despair, my soul? Why are you disturbed within me? Hope in God! For I shall still praise him for the saving help of his presence.
- हिन्दी — भजन संहिता ४२:५
- हे मेरे प्राण, तू क्यों गिरा जाता है? और तू अन्दर ही अन्दर क्यों व्याकुल है? परमेश्वर पर आशा लगाए रह; क्योंकि मैं उसके दर्शन से उद्धार पाकर फिर उसका धन्यवाद करूँगा। (मत्ती 26:38, मर. 14:34, यूह. 12:27)
સંદર્ભમાં
૩મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, મારા શત્રુઓ આખો દિવસ કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”
૪હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.
૫હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.
૬હે મારા ઈશ્વર, મારો આત્મા મારામાં નિરાશ થયો છે; માટે હું યર્દનના દેશથી, હેર્મોન પર્વત પરથી તથા મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું.
૭તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા મોટાં મોજાંઓ મારા પર ફરી વળ્યાં છે.
