ગીતશાસ્ત્ર ૫:૧૦
હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.ગીતશાસ્ત્ર ૫:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 5:10
- Hold them guilty, God. Let them fall by their own counsels. Thrust them out in the multitude of their transgressions, for they have rebelled against you.
- हिन्दी — भजन संहिता ५:१०
- हे परमेश्वर तू उनको दोषी ठहरा; वे अपनी ही युक्तियों से आप ही गिर जाएँ; उनको उनके अपराधों की अधिकाई के कारण निकाल बाहर कर, क्योंकि उन्होंने तुझ से बलवा किया है।
સંદર્ભમાં
૮હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; મારી આગળ તમારો માર્ગ સીધા કરો.
૯કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; તેઓનું ગળું ઉઘાડી કબર છે; તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
૧૦હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.
૧૧પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.
૧૨કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.
