ગીતશાસ્ત્ર ૭૪:૧૦
હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?ગીતશાસ્ત્ર ૭૪:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 74:10
- How long, God, shall the adversary reproach? Shall the enemy blaspheme your name forever?
- हिन्दी — भजन संहिता ७४:१०
- हे परमेश्वर द्रोही कब तक नामधराई करता रहेगा? क्या शत्रु, तेरे नाम की निन्दा सदा करता रहेगा?
સંદર્ભમાં
૮તેઓએ પોતાના હૃદયોમાં કહ્યું, “આપણે તે સર્વનો નાશ કરીશું.” તેઓએ દેશમાંના બધાં સભાસ્થાનોને બાળી મૂક્યાં છે.
૯અમે ઈશ્વર તરફથી એક પણ ચમત્કાર કે ચિહ્નો જોઈ શકતા નથી; ત્યાં કોઈ પ્રબોધક નથી અને આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી.
૧૦હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?
૧૧તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો.
૧૨તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે.
