ગીતશાસ્ત્ર ૭૪:૨
પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા હતા, જેને તમે તમારા વતનનો વારસો થવાને છોડાવ્યા છે તેઓનું સ્મરણ કરો; અને સિયોન પર્વત, જ્યાં તમે રહો છો તેનું સ્મરણ કરો.ગીતશાસ્ત્ર ૭૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 74:2
- Remember your congregation, which you purchased of old, which you have redeemed to be the tribe of your inheritance: Mount Zion, in which you have lived.
- हिन्दी — भजन संहिता ७४:२
- अपनी मण्डली को जिसे तूने प्राचीनकाल में मोल लिया था , और अपने निज भाग का गोत्र होने के लिये छुड़ा लिया था, और इस सिय्योन पर्वत को भी, जिस पर तूने वास किया था, स्मरण कर! (व्यव. 32:9, यिर्म. 10:16, प्रेरि. 20:28)
સંદર્ભમાં
૧હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે?
૨પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા હતા, જેને તમે તમારા વતનનો વારસો થવાને છોડાવ્યા છે તેઓનું સ્મરણ કરો; અને સિયોન પર્વત, જ્યાં તમે રહો છો તેનું સ્મરણ કરો.
૩આવો અને આ ખંડિયેર તરફ નજર કરો, તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ.
૪તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે; તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે.
