ગીતશાસ્ત્ર ૭૯:૧૧
બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; જેઓ મરણને માટે નિર્મિત થયેલા છે તેઓનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો.ગીતશાસ્ત્ર ૭૯:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 79:11
- Let the sighing of the prisoner come before you. According to the greatness of your power, preserve those who are sentenced to death.
- हिन्दी — भजन संहिता ७९:११
- बन्दियों का कराहना तेरे कान तक पहुँचे ; घात होनेवालों को अपने भुजबल के द्वारा बचा।
સંદર્ભમાં
૯હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો; તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો.
૧૦વિદેશીઓ શા માટે એવું કહે છે કે, “તેઓના ઈશ્વર ક્યાં છે?” અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા લોહીનો બદલો વિદેશીઓને આપો.
૧૧બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; જેઓ મરણને માટે નિર્મિત થયેલા છે તેઓનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો.
૧૨હે પ્રભુ, અમારા પડોશી જે રીતે તમારું અપમાન કરે છે, તે જ રીતે તેઓને તમે સાતગણી સજા તેઓના ખોળે આપો.
૧૩જેથી અમે અમારા લોકો તથા તમારા ચારના ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું. પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.
