ગીતશાસ્ત્ર ૯૪:૨૦
દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?ગીતશાસ્ત્ર ૯૪:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 94:20
- Shall the throne of wickedness have fellowship with you, which brings about mischief by statute?
- हिन्दी — भजन संहिता ९४:२०
- क्या तेरे और दुष्टों के सिंहासन के बीच संधि होगी, जो कानून की आड़ में उत्पात मचाते हैं?
સંદર્ભમાં
૧૮જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
૧૯જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.
૨૦દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
૨૧તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.
૨૨પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.
