રોમનોને પત્ર ૧૨:૧૪
તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ.રોમનોને પત્ર ૧૨:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 12:14
- Bless those who persecute you; bless, and don’t curse.
- हिन्दी — रोमियों १२:१४
- अपने सतानेवालों को आशीष दो; आशीष दो श्राप न दो।
સંદર્ભમાં
૧૨આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો;
૧૩સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.
૧૪તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ.
૧૫આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.
૧૬અરસપરસ એક મનના થાઓ; તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.
