રોમનોને પત્ર ૧૬:૪
તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે;રોમનોને પત્ર ૧૬:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 16:4
- who risked their own necks for my life, to whom not only I give thanks, but also all the assemblies of the Gentiles.
- हिन्दी — रोमियों १६:४
- उन्होंने मेरे प्राण के लिये अपना ही सिर दे रखा था और केवल मैं ही नहीं, वरन् अन्यजातियों की सारी कलीसियाएँ भी उनका धन्यवाद करती हैं।
સંદર્ભમાં
૨સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો, અને જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો; કેમ કે તે પોતે મને તથા ઘણાંને પણ સહાય કરનાર થઈ છે.
૩ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો;
૪તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે;
૫વળી તેઓના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને સારુ આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.
૬મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.
