રોમનોને પત્ર ૨:૧૬
ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.રોમનોને પત્ર ૨:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 2:16
- in the day when God will judge the secrets of men, according to my Good News, by Jesus Christ.
- हिन्दी — रोमियों २:१६
- जिस दिन परमेश्वर मेरे सुसमाचार के अनुसार यीशु मसीह के द्वारा मनुष्यों की गुप्त बातों का न्याय करेगा।
સંદર્ભમાં
૧૪કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જયારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે.
૧૫તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;
૧૬ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.
૧૭પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે,
૧૮તેમની ઇચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે
