ગીતોનું ગીત ૨:૧૦
મારા પ્રીતમે મને કહ્યું, “મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.ગીતોનું ગીત ૨:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 2:10
- My beloved spoke, and said to me, “Rise up, my love, my beautiful one, and come away.
- हिन्दी — श्रेष्ठगीत २:१०
- मेरा प्रेमी मुझसे कह रहा है, वर “हे मेरी प्रिय, हे मेरी सुन्दरी, उठकर चली आ;
સંદર્ભમાં
૮આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે, પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે.
૯મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે.
૧૦મારા પ્રીતમે મને કહ્યું, “મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.
૧૧જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે.
૧૨ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.
