ગીતોનું ગીત ૨:૧૧
જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે.ગીતોનું ગીત ૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 2:11
- For behold, the winter is past. The rain is over and gone.
- हिन्दी — श्रेष्ठगीत २:११
- क्योंकि देख, सर्दी जाती रही; वर्षा भी हो चुकी और जाती रही है।
સંદર્ભમાં
૯મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે.
૧૦મારા પ્રીતમે મને કહ્યું, “મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.
૧૧જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે.
૧૨ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.
૧૩અંજીરના ઝાડ પર લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલામાં ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની ખુશ્બો ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને બહાર નીકળી આવ.
