ગીતોનું ગીત ૫:૬
મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું, પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો; મારું હૃદય શોકમાં ડૂબી ગયું, હું ઉદાસ થઈ ગઈ. મેં તેને શોધ્યો, પણ મને જડ્યો નહિ; મેં તેને બોલાવ્યો, પણ તેણે મને ઉત્તર આપ્યો નહિ.ગીતોનું ગીત ૫:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 5:6
- I opened to my beloved; but my beloved left, and had gone away. My heart went out when he spoke. I looked for him, but I didn’t find him. I called him, but he didn’t answer.
- हिन्दी — श्रेष्ठगीत ५:६
- मैंने अपने प्रेमी के लिये द्वार तो खोला परन्तु मेरा प्रेमी मुड़कर चला गया था। जब वह बोल रहा था, तब मेरा प्राण घबरा गया था मैंने उसको ढूँढ़ा, परन्तु न पाया; मैंने उसको पुकारा, परन्तु उसने कुछ उत्तर न दिया।
સંદર્ભમાં
૪મારા પ્રીતમે બારણાના બાકામાંથી તેનો હાથ અંદર નાખ્યો, અને મારું હૃદય તેના માટે ધડકી ઊઠયું.
૫હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; દ્વારની સાંકળ પર, અને મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.
૬મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું, પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો; મારું હૃદય શોકમાં ડૂબી ગયું, હું ઉદાસ થઈ ગઈ. મેં તેને શોધ્યો, પણ મને જડ્યો નહિ; મેં તેને બોલાવ્યો, પણ તેણે મને ઉત્તર આપ્યો નહિ.
૭નગરની ચોકી કરતા ચોકીદારોએ મને જોઈ; તેમણે મને મારી અને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી લઈ લીધો.
૮હે યરુશાલેમની દીકરીઓ, હું તમને આજીજી કરું છું કે, જો તમને મારો પ્રીતમ મળે, તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.
