ગીતોનું ગીત ૫:૭
નગરની ચોકી કરતા ચોકીદારોએ મને જોઈ; તેમણે મને મારી અને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી લઈ લીધો.ગીતોનું ગીત ૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 5:7
- The watchmen who go about the city found me. They beat me. They bruised me. The keepers of the walls took my cloak away from me.
- हिन्दी — श्रेष्ठगीत ५:७
- पहरेदार जो नगर में घूमते थे, मुझे मिले, उन्होंने मुझे मारा और घायल किया; शहरपनाह के पहरुओं ने मेरी चद्दर मुझसे छीन ली।
સંદર્ભમાં
૫હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; દ્વારની સાંકળ પર, અને મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.
૬મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું, પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો; મારું હૃદય શોકમાં ડૂબી ગયું, હું ઉદાસ થઈ ગઈ. મેં તેને શોધ્યો, પણ મને જડ્યો નહિ; મેં તેને બોલાવ્યો, પણ તેણે મને ઉત્તર આપ્યો નહિ.
૭નગરની ચોકી કરતા ચોકીદારોએ મને જોઈ; તેમણે મને મારી અને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી લઈ લીધો.
૮હે યરુશાલેમની દીકરીઓ, હું તમને આજીજી કરું છું કે, જો તમને મારો પ્રીતમ મળે, તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.
૯તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે? ઓ યુવતીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે. કે તું અમને આ મુજબ કરવા સોગન દે છે?
