Skip to content
Methodist Church Nadiad
જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.

તિતસને પત્ર ૧:૫ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishTitus 1:5
I left you in Crete for this reason, that you would set in order the things that were lacking and appoint elders in every city, as I directed you—
हिन्दीतीतुस १:५
मैं इसलिए तुझे क्रेते में छोड़ आया था, कि तू शेष रही हुई बातों को सुधारें, और मेरी आज्ञा के अनुसार नगर-नगर प्राचीनों को नियुक्त करे।

સંદર્ભમાં

નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે.

ઈશ્વરપિતા તરફથી તથા આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો.

જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.

જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.

કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.