ઝખાર્યા ૭:૧
દાર્યાવેશ રાજાના ચોથા વર્ષમાં, તેના નવમા એટલે કે કિસ્લેવ મહિનાના ચોથા દિવસે યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું.ઝખાર્યા ૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 7:1
- In the fourth year of King Darius, the LORD’s word came to Zechariah in the fourth day of the ninth month, the month of Chislev.
- हिन्दी — जकर्याह ७:१
- फिर दारा राजा के चौथे वर्ष में किसलेव नामक नौवें महीने के चौथे दिन को, यहोवा का वचन जकर्याह के पास पहुँचा।
સંદર્ભમાં
૧દાર્યાવેશ રાજાના ચોથા વર્ષમાં, તેના નવમા એટલે કે કિસ્લેવ મહિનાના ચોથા દિવસે યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું.
૨બેથેલના લોકો શારએસેરને તથા રેગેમ-મેલેખને અને તેઓના માણસોને યહોવાહની કૃપા માટે વિનંતી કરવા મોકલ્યા.
૩યહોવાહના સભાસ્થાનના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, “જેમ હું ઘણાં વર્ષથી કરતો આવ્યો છું તેમ પાંચમા માસમાં મારે શોક કરવો જોઈએ?”
