2 રાજાઓ ૬:૧૪
માટે રાજાએ દોથાનમાં ઘોડા, રથો અને મોટું સૈન્ય મોકલ્યું. તેઓએ રાત્રે આવીને નગરને ઘેરી લીધું.2 રાજાઓ ૬:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 6:14
- Therefore he sent horses, chariots, and a great army there. They came by night and surrounded the city.
- हिन्दी — 2 राजाओं ६:१४
- तब उसने वहाँ घोड़ों और रथों समेत एक भारी दल भेजा, और उन्होंने रात को आकर नगर को घेर लिया।
સંદર્ભમાં
૧૨ત્યારે તેના એક ચાકરે કહ્યું, “મારા માલિક રાજા, એવું નહિ! પણ તમે તમારા શયનગૃહમાં જે વચનો બોલો છો તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”
૧૩રાજાએ કહ્યું, “જાઓ, અને જુઓ કે એલિશા કયાં છે, જેથી હું તેને માણસો મોકલીને પકડાવી લઉં.” તેને કહેવામાં આવ્યું કે, “જુઓ, તે દોથાનમાં છે.”
૧૪માટે રાજાએ દોથાનમાં ઘોડા, રથો અને મોટું સૈન્ય મોકલ્યું. તેઓએ રાત્રે આવીને નગરને ઘેરી લીધું.
૧૫જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, “અરેરે! મારા માલિક હવે આપણે શું કરીશું?”
૧૬એલિશાએ કહ્યું, “બીશ નહિ, કેમ કે, જેઓ આપણી સાથે છે તેઓ, તેમની સાથે જેઓ છે તેઓના કરતાં મહાન છે.”
