Skip to content
Methodist Church Nadiad
એલિશાએ કહ્યું, “બીશ નહિ, કેમ કે, જેઓ આપણી સાથે છે તેઓ, તેમની સાથે જેઓ છે તેઓના કરતાં મહાન છે.”

2 રાજાઓ ૬:૧૬ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English2 Kings 6:16
He answered, “Don’t be afraid, for those who are with us are more than those who are with them.”
हिन्दी2 राजाओं ६:१६
उसने कहा, “मत डर; क्योंकि जो हमारी ओर हैं , वह उनसे अधिक हैं, जो उनकी ओर हैं।”

સંદર્ભમાં

૧૪માટે રાજાએ દોથાનમાં ઘોડા, રથો અને મોટું સૈન્ય મોકલ્યું. તેઓએ રાત્રે આવીને નગરને ઘેરી લીધું.

૧૫જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, “અરેરે! મારા માલિક હવે આપણે શું કરીશું?”

૧૬એલિશાએ કહ્યું, “બીશ નહિ, કેમ કે, જેઓ આપણી સાથે છે તેઓ, તેમની સાથે જેઓ છે તેઓના કરતાં મહાન છે.”

૧૭પછી એલિશાએ પ્રાર્થના કરી કે, “હે યહોવાહ, કૃપા કરી તેની આંખો ઉઘાડ કે તે જુએ.” ત્યારે યહોવાહે તે ચાકરની આંખો ઉઘાડી અને તેણે જોયું. તો જુઓ! એલિશાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો.

૧૮જ્યારે અરામીઓ એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે યહોવાહ, આ લોકોને અંધ બનાવી દો.” અને યહોવાહે એલિશાના કહ્યા પ્રમાણે તેઓને અંધ કરી દીધાં.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.