નિર્ગમન ૧૭:૧૩
યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તલવારથી યુદ્ધમાં પરાજિત કર્યા.નિર્ગમન ૧૭:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 17:13
- Joshua defeated Amalek and his people with the edge of the sword.
- हिन्दी — निर्गमन १७:१३
- और यहोशू ने अनुचरों समेत अमालेकियों को तलवार के बल से हरा दिया।
સંદર્ભમાં
૧૧ત્યાં મૂસા જ્યારે પોતાના હાથ ઊંચા કરતો, ત્યારે ઇઝરાયલનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો, ત્યારે અમાલેકીઓ જીતતા હતા.
૧૨પણ મૂસાના હાથ થાક્યા એટલે તે લોકોએ એક પથ્થર લાવીને ત્યાં મૂક્યો. મૂસા તેના પર બેઠો. અને એક બાજુથી હારુને તથા બીજી બાજુથી હૂરે ટેકો દઈને મૂસાના હાથોને સ્થિર રાખ્યા, આમ સૂર્યાસ્ત થતાં સુધી તેના હાથ ઊંચા રહ્યા.
૧૩યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તલવારથી યુદ્ધમાં પરાજિત કર્યા.
૧૪પછી યહોવાહે મૂસાને કહ્યું, “આ બાબતની યાદગીરી રાખવા માટે તેને પુસ્તકમાં લખ. અને યહોશુઆને કહે કે, હું અમાલેકનું નામનિશાન આકાશ તથા પૃથ્વી પરથી સદાયને માટે નાબૂદ કરીશ.”
૧૫ત્યાર બાદ મૂસાએ એક વેદી બંધાવી અને તેને “યહોવાહ નિસ્સી ” એવું નામ આપ્યું.
