હઝકિયેલ ૧૨:૭
તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો.હઝકિયેલ ૧૨:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 12:7
- I did so as I was commanded. I brought out my baggage by day, as baggage for moving, and in the evening I dug through the wall with my hand. I brought it out in the dark, and bore it on my shoulder in their sight.
- हिन्दी — यहेजकेल १२:७
- उस आज्ञा के अनुसार मैंने वैसा ही किया। दिन को मैंने अपना सामान बँधुआई के सामान के समान निकाला, और साँझ को अपने हाथ से दीवार को फोड़ा; फिर अंधेरे में सामान को निकालकर, उनके देखते हुए अपने कंधे पर उठाए हुए चला गया।
સંદર્ભમાં
૫તેઓના દેખતા દીવાલમાં કાણું પાડ, તેમાંથી બહાર નીકળ.
૬તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે.
૭તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો.
૮સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૯“હે મનુષ્યપુત્ર, આ ઇઝરાયલી લોકો, એટલે બંડખોર લોકોએ, તને પૂછ્યું નથી કે, ‘તું શું કરે છે?’
