હઝકિયેલ ૧૨:૮
સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૧૨:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 12:8
- In the morning, the LORD’s word came to me, saying,
- हिन्दी — यहेजकेल १२:८
- सवेरे यहोवा का यह वचन मेरे पास पहुँचा,
સંદર્ભમાં
૬તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે.
૭તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો.
૮સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૯“હે મનુષ્યપુત્ર, આ ઇઝરાયલી લોકો, એટલે બંડખોર લોકોએ, તને પૂછ્યું નથી કે, ‘તું શું કરે છે?’
૧૦તું તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.’”
