હઝકિયેલ ૩૪:૯
તેથી હે ઘેંટાપાળકો, તમે યહોવાહનું વચન સાંભળો,હઝકિયેલ ૩૪:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 34:9
- therefore, you shepherds, hear the LORD’s word!”
- हिन्दी — यहेजकेल ३४:९
- इस कारण हे चरवाहों, यहोवा का वचन सुनो,
સંદર્ભમાં
૭માટે હે ઘેંટાપાળકો, યહોવાહનું વચન સાંભળો:
૮પ્રભુ યહોવાહ કહે છે, “મારા જીવના સમ” “મારાં ઘેટાં જંગલી પશુઓનો શિકાર બન્યાં છે, ખેતરનાં સર્વ પશુઓનો ખોરાક બન્યાં છે, કારણ, તેઓનો કોઈ ઘેંટાપાળક નહોતો અને મારા ઘેંટાપાળકોએ મારાં ઘેટાં માટે પોકાર કર્યો નથી, પણ ઘેંટાપાળકોએ પોતાનું રક્ષણ કર્યું છે, મારાં ટોળાંનું પોષણ કર્યું નથી.”
૯તેથી હે ઘેંટાપાળકો, તમે યહોવાહનું વચન સાંભળો,
૧૦પ્રભુ યહોવાહ કહે છે, જુઓ! હું ઘેંટાપાળકોની વિરુદ્ધ છું, હું મારા ટોળાંની જવાબદારી તેમના હાથમાંથી લઈ લઈશ. મારા ઘેટાંને પાળવાનું કામ તેમની પાસેથી લઈ લઈશ; જેથી ઘેંટાપાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તેમના મુખમાંથી લઈ લઈશ, જેથી મારા ઘેટાં તેમનો ખોરાક બનશે નહિ.”
૧૧કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: “જુઓ, હું પોતે જ મારાં ટોળાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ.
