યશાયા ૧૨:૩
તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.યશાયા ૧૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 12:3
- Therefore with joy you will draw water out of the wells of salvation.
- हिन्दी — यशायाह १२:३
- तुम आनन्दपूर्वक उद्धार के सोतों से जल भरोगे।
સંદર્ભમાં
૧તે દિવસે તું કહેશે, “હે યહોવાહ હું તમારો આભાર માનીશ. કેમ કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને દિલાસો આપ્યો છે.
૨જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું તેમના પર ભરોસો રાખીશ અને બીશ નહિ, કેમ કે યહોવાહ, હા, યહોવાહ મારું સામર્થ્ય તથા મારું ગીત છે. તે મારું તારણ થયા છે.”
૩તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.
૪તે દિવસે તમે કહેશો, “યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.
૫યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ.
