યશાયા ૪૮:૧૫
હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે.યશાયા ૪૮:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 48:15
- I, even I, have spoken. Yes, I have called him. I have brought him and he shall make his way prosperous.
- हिन्दी — यशायाह ४८:१५
- मैंने, हाँ मैंने ही ने कहा और उसको बुलाया है, मैं उसको ले आया हूँ, और उसका काम सफल होगा।
સંદર્ભમાં
૧૩હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે.
૧૪તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે.
૧૫હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે.
૧૬મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે.
૧૭તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.
