યશાયા ૪૮:૧૭
તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.યશાયા ૪૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 48:17
- The LORD, your Redeemer, the Holy One of Israel, says: “I am the LORD your God, who teaches you to profit, who leads you by the way that you should go.
- हिन्दी — यशायाह ४८:१७
- यहोवा जो तेरा छुड़ानेवाला और इस्राएल का पवित्र है, वह यह कहता है: “मैं ही तेरा परमेश्वर यहोवा हूँ जो तुझे तेरे लाभ के लिये शिक्षा देता हूँ, और जिस मार्ग से तुझे जाना है उसी मार्ग पर तुझे ले चलता हूँ।
સંદર્ભમાં
૧૫હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે.
૧૬મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે.
૧૭તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.
૧૮જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉદ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત.
૧૯તારાં વંશજો રેતી જેટલા અસંખ્ય અને તારા પેટના સંતાન રેતીના કણ જેટલાં અસંખ્ય થાત; તેઓનું નામ મારી સંમુખથી નાબૂદ થાત નહિ કે મારી આગળથી કપાઈ જાત નહિ.
