યશાયા ૪૮:૧૬
મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે.યશાયા ૪૮:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 48:16
- “Come near to me and hear this: “From the beginning I have not spoken in secret; from the time that it happened, I was there.” Now the Lord GOD has sent me with his Spirit.
- हिन्दी — यशायाह ४८:१६
- मेरे निकट आकर इस बात को सुनो आदि से लेकर अब तक मैंने कोई भी बात गुप्त में नहीं कही; जब से वह हुआ तब से मैं वहाँ हूँ।” और अब प्रभु यहोवा ने और उसकी आत्मा ने मुझे भेज दिया है।
સંદર્ભમાં
૧૪તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે.
૧૫હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે.
૧૬મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે.
૧૭તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.
૧૮જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉદ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત.
