અયૂબ ૪:૩
જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.અયૂબ ૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 4:3
- Behold, you have instructed many, you have strengthened the weak hands.
- हिन्दी — अय्यूब ४:३
- सुन, तूने बहुतों को शिक्षा दी है, और निर्बल लोगों को बलवन्त किया है ।
સંદર્ભમાં
૧પછી અલિફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,
૨“જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?
૩જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.
૪તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.
૫પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારા પર આવી પડી છે, ત્યારે તું નિરાશ થઈ ગયો છે; તે તને સ્પર્શ કરે છે ત્યારે તું ગભરાઈ જાય છે.
