યોએલ ૩:૧૧
હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, એકત્ર થાઓ’ હે યહોવાહ, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.યોએલ ૩:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joel 3:11
- Hurry and come, all you surrounding nations, and gather yourselves together.” Cause your mighty ones to come down there, LORD.
- हिन्दी — योएल ३:११
- हे चारों ओर के जाति-जाति के लोगों, फुर्ती करके आओ और इकट्ठे हो जाओ। हे यहोवा, तू भी अपने शूरवीरों को वहाँ ले जा।
સંદર્ભમાં
૯તમે વિદેશી પ્રજાઓમાં આ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓને જાગૃત કરો,. તેઓને પાસે આવવા દો, સર્વ લડવૈયાઓ કૂચ કરો.
૧૦તમારા હળની કોશોને ટીપીને તેમાંથી તલવારો બનાવો અને તમારાં દાંતરડાંઓના ભાલા બનાવો. દુર્બળ માણસો કહે કે હું બળવાન છું.
૧૧હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, એકત્ર થાઓ’ હે યહોવાહ, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
૧૨“પ્રજાઓ ઊઠો. અને યહોશાફાટની ખીણમાં આવો. કેમ કે આસપાસની સર્વ પ્રજાઓનો, ન્યાય કરવા માટે હું ત્યાં બેસીશ.
૧૩તમે દાતરડા ચલાવો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે. આવો, દ્રાક્ષાઓને ખૂંદો, દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે, દ્રાક્ષકુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેમની દુષ્ટતા મોટી છે.”
