યોએલ ૩:૯
તમે વિદેશી પ્રજાઓમાં આ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓને જાગૃત કરો,. તેઓને પાસે આવવા દો, સર્વ લડવૈયાઓ કૂચ કરો.યોએલ ૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joel 3:9
- Proclaim this among the nations: “Prepare for war! Stir up the mighty men. Let all the warriors draw near. Let them come up.
- हिन्दी — योएल ३:९
- जाति-जाति में यह प्रचार करो, युद्ध की तैयारी करो, अपने शूरवीरों को उभारो। सब योद्धा निकट आकर लड़ने को चढ़ें।
સંદર્ભમાં
૭જુઓ, જ્યાં તમે તેઓને વેચ્યાં છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ. અને તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ.
૮હું તમારા દીકરાઓને અને દીકરીઓને, યહૂદિયાના લોકોના હાથમાં આપીશ. તેઓ તેમને શેબાના લોકોને એટલે ઘણે દૂર દેશના લોકોને વેચી દેશે, કેમ કે યહોવાહ એ બોલ્યા છે.
૯તમે વિદેશી પ્રજાઓમાં આ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓને જાગૃત કરો,. તેઓને પાસે આવવા દો, સર્વ લડવૈયાઓ કૂચ કરો.
૧૦તમારા હળની કોશોને ટીપીને તેમાંથી તલવારો બનાવો અને તમારાં દાંતરડાંઓના ભાલા બનાવો. દુર્બળ માણસો કહે કે હું બળવાન છું.
૧૧હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, એકત્ર થાઓ’ હે યહોવાહ, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
