યોહાન ૧૨:૧૧
કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.યોહાન ૧૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 12:11
- because on account of him many of the Jews went away and believed in Jesus.
- हिन्दी — यूहन्ना १२:११
- क्योंकि उसके कारण बहुत से यहूदी चले गए, और यीशु पर विश्वास किया।
સંદર્ભમાં
૯ત્યારે યહૂદીઓમાંના ઘણાં લોકોએ જાણ્યું કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરણમાંથી જીવિત કર્યો હતો, તેને પણ જોવા માટે આવ્યા.
૧૦મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી.
૧૧કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.
૧૨બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે;
૧૩ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.
