યર્મિયાનો વિલાપ ૩:૧૨
તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.યર્મિયાનો વિલાપ ૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:12
- He has bent his bow, and set me as a mark for the arrow.
- हिन्दी — विलापगीत ३:१२
- उसने धनुष चढ़ाकर मुझे अपने तीर का निशाना बनाया है।
સંદર્ભમાં
૧૦તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.
૧૧તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે.
૧૨તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.
૧૩તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.
૧૪હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.
