માર્ક ૯:૩૧
કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’”માર્ક ૯:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 9:31
- for he was teaching his disciples, and said to them, “The Son of Man is being handed over to the hands of men, and they will kill him; and when he is killed, on the third day he will rise again.”
- हिन्दी — मरकुस ९:३१
- क्योंकि वह अपने चेलों को उपदेश देता और उनसे कहता था, “मनुष्य का पुत्र, मनुष्यों के हाथ में पकड़वाया जाएगा, और वे उसे मार डालेंगे; और वह मरने के तीन दिन बाद जी उठेगा।”
સંદર્ભમાં
૨૯ઈસુએ કહ્યું કે, ‘પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.’”
૩૦ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.
૩૧કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’”
૩૨તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.
૩૩તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?’”
