માર્ક ૯:૩૨
તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.માર્ક ૯:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 9:32
- But they didn’t understand the saying, and were afraid to ask him.
- हिन्दी — मरकुस ९:३२
- पर यह बात उनकी समझ में नहीं आई, और वे उससे पूछने से डरते थे।
સંદર્ભમાં
૩૦ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.
૩૧કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’”
૩૨તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.
૩૩તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?’”
૩૪પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, ‘તેઓમાં મોટો કોણ છે?’”
