ગણના ૧૩:૩
અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.ગણના ૧૩:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 13:3
- Moses sent them from the wilderness of Paran according to the commandment of the LORD. All of them were men who were heads of the children of Israel.
- हिन्दी — गिनती १३:३
- यहोवा से यह आज्ञा पाकर मूसा ने ऐसे पुरुषों को पारान जंगल से भेज दिया, जो सब के सब इस्राएलियों के प्रधान थे।
સંદર્ભમાં
૧પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
૨“કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય.”
૩અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
૪તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.
૫શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
