ગણના ૩૩:૯
તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.ગણના ૩૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:9
- They traveled from Marah, and came to Elim. In Elim, there were twelve springs of water and seventy palm trees, and they encamped there.
- हिन्दी — गिनती ३३:९
- फिर मारा से कूच करके वे एलीम को गए, और एलीम में जल के बारह सोते और सत्तर खजूर के वृक्ष मिले, और उन्होंने वहाँ डेरे खड़े किए।
સંદર્ભમાં
૭તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી.
૮પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી.
૯તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.
૧૦તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી.
૧૧તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.
